Home> India
Advertisement
Prev
Next

કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ 

પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉક્સાવવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરી. 

કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ 

વારાણસી: પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન વચ્ચે આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના સંબોધનમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા અને નમસ્કાર કર્યા. પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉક્સાવવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરી. 

fallbacks

Farmers Protest: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે MSP પર આપ્યું મોટું નિવેદન

ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છળ કર્યું છે તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે. 

મંડીઓ અને MSP હટશે નહી-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર તો મંડીઓને વધુ આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. MSP પર ખેડૂતોનો પાક વેચવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તમારે યાદ રાખવું જરૂરી છે કે આ એ જ લોકો છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિને લઈને સવાલ ઉઠાવતા હતા. આ લોકો અફવાઓ ફેલાવતા હતા. એક રાજ્યે કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ જ ન થવા દીધી. કેટલાક લોકોએ તો પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કર્યું. 

નવા કૃષિ કાયદા ખેડૂતો માટે વિકલ્પ, જૂનામાં કોઈ ફેરફાર નહીં
જો કોઈ જૂની સિસ્ટમથી લેવડદેવડને યોગ્ય સમજે તો આ કાયદામાં કોઈ રોક લગાવવામાં આવી નથી. નવા કૃષિ સુધારાથી નવા વિકલ્પ અને ખેડૂતોને કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે.

સવાલ પણ સ્વાભાવિક, પરંતુ આજકાલ ટ્રેન્ડ અલગ
તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલા જો સરકારનો કોઈ નિર્ણય પસંદ ન આવે તો વિરોધ થતો હતો. પણ હવે વિરોધનો આધાર નિર્ણય નહીં પરંતુ ભ્રમ ફેલાવવામાં આવે છે. આ એ જ લોકો છે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ કર્યું હતું. પહેલા MSP તો હતું પરંતુ તેના પર ખરીદી થતી નહતી. વર્ષો સુધી MSP ને લઈને છળ કરાયું. 

Farmers Protest: સિંઘુ અને ટિકરી બોર્ડર પર જામ, ખેડૂતોએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ

કરજમાફીના નામે છળ કરાયું
ખેડૂતોને નામે પહેલાની સરકારોએ છળ કર્યું. યોજનાઓના નામ પર છળ, ખેડૂતોના નામ પર છળ, ખાતરના નામ પર છળ. ખાતર ખેતર કરતા વધુ કાળાબજારીઓ પાસે પહોંચી જતું હતું. પહેલા મત માટે વચન અને પછી છળ. લાંબા સમય સુધી આ જ ચાલતું રહ્યું છે. જ્યારે ઈતિહાસ છળનો રહ્યો હોય તો ત્યારે બે વાતો ખુબ સ્વાભાવિક છે, પહેલી એ કે ખેડૂતો જો સરકારની વાતોથી આશંકિત રહે તો તેની પાછલ દાયકાઓ સુધીનો લાંબો છળનો ઈતિહાસ છે. જેમણે વચનો તોડ્યા, છળ કર્યું તેમના માટે આ જૂઠ ફેલાવવું એક પ્રકારની આદત અને મજબૂરી બની ગયા છે. કારણ કે તેમણે આવું જ કર્યું હતું. આથી એ જ  ફોર્મ્યુલા લગાવીને આ જ જુએ છે. 

હવે છળથી નહીં, ગંગાજળ જેવી પવિત્ર નિયત સાથે કામ
પીએમ મોદીએ કહ્યું કે આશંકાઓના આધારે ભ્રમ ફેલાવનારાઓની સચ્ચાઈ સતત દેશ સામે આવી રહી છે. જ્યારે એક વિષય પર તેનું જૂઠ્ઠાણું ખેડૂતો સમજી જાય છે. 24X7 તેમનું આ જ કામ છે. જે ખેડૂત પરિવારોને કોઈ ચિંતા છે તેમના જવાબ આપવાનું કામ સરકાર કરે છે અને તેમની કોશિશ કરે છે. આપણા અન્નદાતા આત્મનિર્ભર ભારતનું નેતૃત્વ કરશે. આજે જે ખેડૂતોમાં કૃષિ સુધારાઓને લઈને કેટલીક શંકા છે તેઓ પણ ભવિષ્યમાં આ સુધારાઓનો લાભ ઉઠાવીને પોતાની આવક વધારશે એ મારો પાક્કો વિશ્વાસ છે. 

Farmer Protest LIVE: ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા કૃષિમંત્રી નરેન્દ્ર તોમર

અન્નદાતાઓને પ્રણામ કરી આપ્યો સંદેશ
અત્રે જણાવવાનું કે દેવ દિવાળીના અવસરે પીએમ મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તારમાં છે. પીએમ મોદીએ કાશીની જનતાને પ્રણામ કરતા કહ્યું કે રાજા તાલાબ, મિર્ઝામુરાબ, કચ્છવા, કપસેઠી, રોહનિયા અને સેવાપુરી વિસ્તારના અન્નદાતાઓને મારા પ્રણામ છે. તમને બધાને દેવ દિવાળી અને ગુરુ પર્વની ખુબ શુભકામનાઓ. અત્રે જણાવવાનું કે સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીના હુક્કા પાણી બંધ  કરી દેવાની ચેતવણી આપી છે. આ બધા વચ્ચે સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે  અને ખેડૂતો સાથે વાતચીત કરવાની તૈયારીમાં છે. 

પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને આધુનિક સુવિધાઓ આપવી, નાના ખેડૂતોને સંગઠિત કરીને તેમને શક્તિશાળી બનાવવા અને ખેડૂતોને મજબૂતત કરવાનો પ્રયત્ન ચાલુ છે. પાક વીમો હોય કે સિંચાઈ, બીજ હોય કે બજાર દરેક સ્તરે કામ થયું છે. ખેડૂતોના હિતમાં કરાયેલા કૃષિ સુધારા આવા જ વિકલ્પ ખેડૂતોને આપે છે. જો ખેડૂતોને કોઈ એવો ખરીદાર મળી જાય જે સીધા ખેતરમાંથી પાકને ઉઠાવે તો શું ખેડૂતોને પોતાનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More